6 હવે ન્યા માલિક પાહે ફક્ત એક માણસ મોકલવા હાટુ બાકી હતો જે એનો વાલો દીકરો હતો, છેલ્લે એણે એવુ વિસારીને એને મોકલ્યો કે, “ઈ લોકો તો કદાસ મારા દીકરાનું માન રાખશે.”
મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”
પણ જઈ ખેડૂતોએ એના દીકરાને આવતો જોયો તો તેઓએ એકબીજાથી કીધુ કે, “ઈ આજ છે જે દ્રાક્ષના ખેતરને વારસામાં લેહે, હાલો આપડે એને મારી નાખી, જેથી વારસો આપડો થાય.”