Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:43 - કોલી નવો કરાર

43 તઈ એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે મંદિરની દાનપેટીમાં આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:43
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”


એક ગરીબડી રંડાયેલીએ આવીને બે દમડી, એટલે કે બે તાંબાના સિક્કા, નાખ્યા જે ઘણાય ઓછા મુલ્યવાન હતા.


હું આ કવ છું કે, ઈ બધાય રૂપીયાવાળા માણસોએ પોતપોતાના જીવનના ભરપૂરીપણા માંથી જરૂરિયાત કરતાં વધારે હતું, એમાંથી દાનમાં થોડું જ નાખ્યુ છે, પણ આ રંડાયેલ ગરીબ છે એણે ઈ બધુય આપ્યુ જે એની પાહે હતું. એણે ઈ બધાય રૂપીયા નાખી દીધા છે જે ઈ પોતાની જીવાય હાટુ ઉપયોગ કરી હકતી હતી.”


આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.


તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.


કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે.


જઈ તેઓ સંકટો દ્વારા પારખવામાં આવ્યા, તઈ તેઓ બોવ આનંદ અને તેઓની વધારે ગરીબાઈ હોવા છતા પણ તેઓએ બીજા વિશ્વાસીઓને મદદ કરવા હાટુ બોવ વધારે રૂપીયા દીધા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ