અને ઈસુ મંદિરની દાનપેટીની હામે બેહીને જોય રયા હતાં કે, લોકો મંદિરની દાનપેટીમાં ક્યા પરકારે રૂપીયા નાખે છે, અને કેટલાક રૂપીયાવાળા લોકોએ વધારે રૂપીયા નાખ્યા.
તઈ એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે મંદિરની દાનપેટીમાં આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે;