ઈસુએ શિક્ષણ આપતા તેઓને કીધુ કે, “યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો, તેઓ આ વાત બોવ ગમાડે છે કે, જાહેર જગ્યાઓમાં લોકો તેઓને લાંબા, અને મોઘા લુગડા પેરેલા જોવે અને તેઓ આ ગમાડે છે કે, બજારમાં લોકો તેઓને માનથી સલામ કરે.
તેઓ દગાથી રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડે છે, અને જાહેર જગ્યાઓમાં લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વર એને સોક્કસ કડક સજા આપશે.”