33 અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.”
તમે જણો છો કે શાસ્ત્રમાં આ શબ્દોનો શું અરથ છે, “મારી હાટુ બલિદાન સડાવવાને બદલે, હું ઈચ્છું છું કે, તમે બીજાઓની હાટુ દયાળુ બનો” જો તમે જાણો કે, એનો શું અરથ છે, તો તમે મારા આ નિર્દોષ ચેલાઓની નિંદા કરતાં નય.