32 યહુદી નિયમના શિક્ષકોએ એને કીધુ કે, “હે ગુરુ, બોવ હારું છે! ઈ હાસુ કીધુ છે કે, ખાલી પરભુ જ પરમેશ્વર છે અને એની સિવાય બીજો કોય પરમેશ્વર નથી.
ઈસુએ જવાબ દીધો કે, “વધારે ખાસ આજ્ઞા ઈ છે, ઓ ઈઝરાયલ દેશના લોકો હાંભળો, પરભુ જ ખાલી પરમેશ્વર જેનું આપડે ભજન કરી છયી ઈ પરભુ એક જ છે.
અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.”