27 એનો મતલબ છે કે, પરમેશ્વરનાં બધાય લોકો હજી હુધી જીવતા છે, ઈ હાટુ તમે આ વિષે! પુરી રીતેથી દગો ખાય ગયા છો, ઈ જીવતા લોકોના પરમેશ્વર છે નતો મરેલા લોકો હાટુ.
જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.