19 “હે ગુરુ, મુસાએ નિયમમાં અમારી હાટુ એક કાયદો લખ્યો હતો કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાયને પરણવું જોયી, પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે.
ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો.
તો પછી આ બાય મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે? કેમ કે, હાતેયની ઈ બાયડી બની હતી.