18 તઈ યહુદી આગેવાનો જેને સદુકી ટોળાના લોકો કેવામાં આવતાં હતાં ઈ આ વિશ્વાસ કરતાં નોતા કે, લોકો મરેલામાંથી જીવતા ઉઠે છે. ઈ હાટુ એમાંથી કેટલાક લોકો ઈસુની પાહે આવે અને એને એક સવાલ પુછયો કે,
તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે.