અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?
હવે કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ વિષે ફરોશી ટોળાના લોકો બારે જયને તરત ગાલીલ જિલ્લાના હેરોદ રાજ્યપાલને માનવાવાળા યહુદી લોકોની હારે એની વિરુધ કાવતરૂ કરવા લાગ્યા.