જેમ ઈસુ ખોલકા ઉપર સવારી કરીને યરુશાલેમ બાજુ આગળ વધ્યો, એમ જ ઘણાય બધા લોકોએ એનાં મારગ ઉપર પોતાના લુગડા પાથરીને એને માન આપ્યું. કેટલાક બીજા લોકોએ મારગ ઉપર પાંદડા વાળી ડાળખ્યું પાથરીને એને આદર કરયુ જેણે તેઓએ મારગની આજુ બાજુના ઝાડવાથી કાપ્યા હતા.
એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”