7 બે ચેલાઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા અને પોતાના બારના પેરેલા લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો.
ચેલાઓએ જેવું ઈસુએ કીધુ હતું, એવુ જ તેઓને કય દીધુ; ઈ હાટુ લોકોએ તેઓને ખોલકાને લય જાવાની રજા આપી.
જેમ ઈસુ ખોલકા ઉપર સવારી કરીને યરુશાલેમ બાજુ આગળ વધ્યો, એમ જ ઘણાય બધા લોકોએ એનાં મારગ ઉપર પોતાના લુગડા પાથરીને એને માન આપ્યું. કેટલાક બીજા લોકોએ મારગ ઉપર પાંદડા વાળી ડાળખ્યું પાથરીને એને આદર કરયુ જેણે તેઓએ મારગની આજુ બાજુના ઝાડવાથી કાપ્યા હતા.