6 ચેલાઓએ જેવું ઈસુએ કીધુ હતું, એવુ જ તેઓને કય દીધુ; ઈ હાટુ લોકોએ તેઓને ખોલકાને લય જાવાની રજા આપી.
તેઓમાંથી જે ન્યા ઉભા હતાં, એમાંથી કેટલાક કેવા લાગ્યા કે, “આ શું કરો છો, ખોલકાને કેમ છોડો છો?”
બે ચેલાઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા અને પોતાના બારના પેરેલા લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો.