5 તેઓમાંથી જે ન્યા ઉભા હતાં, એમાંથી કેટલાક કેવા લાગ્યા કે, “આ શું કરો છો, ખોલકાને કેમ છોડો છો?”
અને કીધુ કે, જો તમે હામેના ગામમાં જાવ અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું મળશે; એને છોડીને મારી પાહે લીયાવો.
ચેલાઓ ગામમાં ગયા ન્યા એક ઘરના કમાંડની બારે ખુલ્લા મારગમાં બાંધેલુ ખોલકું તેઓને મળ્યું, તેઓ એને છોડવા લાગ્યા.
ચેલાઓએ જેવું ઈસુએ કીધુ હતું, એવુ જ તેઓને કય દીધુ; ઈ હાટુ લોકોએ તેઓને ખોલકાને લય જાવાની રજા આપી.