28 પૂછવા લાગ્યા કે, “તું ક્યાં અધિકારથી આ કામ કર છો, આ અધિકાર તને કોણે દીધો છે?”
ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરમાં પાછા આવ્યા, જઈ ઈ મંદિરમાં ફરતો હતો તઈ મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો અને વડીલો એની પાહે આવીને,
ઈસુએ ઈ બધાયને કીધુ કે, “હું એક વાત તમને પૂછીશ જો એનો જવાબ તમે મને દયો, તો હું ક્યા અધિકારીથી આ કામ કરું છું, ઈ હું પણ તમને કેય.
ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.