26 પણ જો તમે એને માફ નય કરો તો તમારો પરમેશ્વર બાપ પણ જે સ્વર્ગમા છે, ઈ તમારા પાપો માફ નય કરે.”
ઈ પરમાણે જો તમે પોતપોતાના સાથી વિશ્વાસી ભાઈના પાપો તમારા હ્રદયથી માફ નય કરો, તો મારો પરમેશ્વર બાપ જે સ્વર્ગમાં છે ઈ પણ તમારી હારે એવુ જ કરશે.
ઈ હાટુ જો તમે માણસોના પાપોને માફ કરશો, તો તમારો, સ્વર્ગમાંનો બાપ પણ તમને માફ કરશે.
પણ જો તમે માણસોના પાપો માફ નય કરો તો, તમારો બાપ પણ તમારા પાપો નય માફ કરે.