Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 11:23 - કોલી નવો કરાર

23 હું તમને હાસુ કવ છું કે, જો કોય આ ડુંઘરાને કેય કે, “ઉખડી જા, અને દરીયામાં જયને પડ, અને પોતાના હ્રદયમાં શંકા કરતો નય કે, એવુ થાહે, પણ વિશ્વાસ કરો કે, જે એણે માગ્યું છે પરમેશ્વર એને આપશે, તઈ પરમેશ્વર એની હાટુ આ કરી દેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 11:23
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે આ હાંભળીને ઈસુ ન્યાંથી હોડીમાં બેહીને વગડામાં એકલો ગયો, અને લોકો ઈ હાંભળીને નગરોમાંથી હાલીને એની હારે ગયા.


તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”


ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.


પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.


અને જે કાય મારા નામથી માંગશો, ઈજ હું કરય, જેનાથી મારી દ્વારા પરમેશ્વરની મહિમા પરગટ થાય.


જો તમે મારામાં રેહો, અને મારું શિક્ષણ તમારામા રેહે, તઈ જે કાય તમે ઈચ્છો ઈ માગો અને ઈ તમને મળશે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ