21 પિતરને ઈ વાત યાદ આવી અને એણે ઈસુને કીધુ કે, “હે ગુરુ, જોવ! આ અંજીરના ઝાડને તમે હરાપ દીધો હતો ઈ મુળયેથી આખુય હુકાય ગયું છે.”
અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.
બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે.
પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.
પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.
ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.”
જો કોય પરભુને પ્રેમ રાખે નય, તો ઈ હરાપિત થાય, અમારા પરભુ, આવો!