19 અને જઈ હાંજ થય, તો ઈસુ અને એના ચેલાઓ શહેર છોડીને બેથનીયા ગામની બાજુ ઈ રાતે હુવા હાટુ વય ગયા.
તઈ ઈસુ તેઓને મૂકીને શહેર બાર બેથાનિયા ગામમાં જયને રાત રોકાણો.
જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, એની પછી, ઈ મંદિરમાં ગયો. એણે બધીય બાજુ દરેક વસ્તુને ધ્યાનથી જોયું અને પછી એને શહેર છોડી દીધુ કેમ કે, બપોર પેલા જ મોડું થય ગયુ હતું. પછી ઈ પોતાના બાર ચેલાઓની હારે બેથાનિયા ગામમાં જાવા હાટુ નીકળી ગયા.
અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.
જ્યાં હુધી અજવાળું તમારી હારે છે, અજવાળા ઉપર વિશ્વાસ કરો જેથી તમે અજવાળાના બાળકો બની હકો,” ઈ વાત કયને ઈસુ ન્યાંથી વયો ગયો, અને એનાથી ઈ હતાય ગયો.