Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 11:18 - કોલી નવો કરાર

18 તો પછી મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકોને બતાવવામાં આવ્યું કે, ઈસુએ શું કરયુ હતું, તેઓ એનાથી બીતા હતાં કેમ કે, ટોળાના બધાય લોકો એના શિક્ષણ ઉપર અચરત હતા. ઈ હાટુ તેઓ એક મારગ ગોતવા લાગ્યા જેથી તેઓ એને મારી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 11:18
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જે સમત્કારો એણે કરયા અને જે બાળકો મંદિરમાં મોટા અવાજે દાઉદના દીકરાને હોસાન્‍ના કેતા હતા, તેઓને જઈ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ જોયા તઈ તેઓ બોવ ગુસ્સે થયાં.


ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.


અને યહુદી નિયમના શિક્ષકો એના શિક્ષણથી સોકી ગયા કેમ કે, યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.


પણ જો આપડે કેયી કે, માણસો તરફથી, તો તેઓ લોકોની ગડદીથી બીતા હતાં, જે આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.


તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા.


હવે કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ વિષે ફરોશી ટોળાના લોકો બારે જયને તરત ગાલીલ જિલ્લાના હેરોદ રાજ્યપાલને માનવાવાળા યહુદી લોકોની હારે એની વિરુધ કાવતરૂ કરવા લાગ્યા.


કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.


ઈસુ રોજ મંદિરમાં શિક્ષણ આપતો હતો, પણ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ અને યહુદી વડીલો એને મારી નાખવાની કોશિશ કરતાં હતા.


અને જેટલા લોકોએ ઈસુથી હાંભળ્યું, ઈ બધાય એની બુદ્ધિ અને જવાબોથી નવાય પામ્યા.


યહુદી નિયમના શિક્ષકો અને મુખ્ય યાજકોએ ઈજ ઘડીએ ઈસુને પકડવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, ઈ એવુ હમજા કે, એણે આ દાખલો આપણને કીધો છે.


પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”


ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો.


શું મુસાએ તમને નિયમો નથી દીધા? તો પણ તમે મુસાના નિયમ પરમાણે નથી હાલતા. તો તમે કેમ મને મારી નાખવાની કોશિશ કરો છો?”


સિપાયોએ જવાબ દીધો કે, “આ માણસની જેમ કોય દિવસ કોય નથી બોલું.”


જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ