13 અને ઈ આઘેથી પાંદડાથી ભરેલું અંજીરનું ઝાડ જોયને એની પાહે ગયો કે, એમાંથી અંજીર મળી જાય પણ પાંદડાઓ સિવાય કાય નો મળ્યું કેમ કે, ફળની ઋતુ નોતી.
અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.
બીજા દિવસે જઈ તેઓ બેથાનિયા ગામમાંથી નીકળા તો ઈસુને ભુખ લાગી.
તઈ ઈસુએ ઝાડને કીધુ કે, “હવેથી તુ કોયદી ફળ નય આપે.” અને એના ચેલાઓ હાંભળી રયા હતા.
અને આવું થયુ કે એક યહુદી યાજક ઈ મારગે જાતો હતો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ વયો ગયો.