તઈ આત્મા ઈસુને સ્યાલીસ રાત અને દિવસ હાટુ વગડામાં લય જય, અને જઈ ઈ ન્યા હતો ન્યા હુધી શેતાન એનુ પરીક્ષણ કરતો રયો. ઈ દિવસો હુધી ઈસુ વગડામાં હતો અને એણે કાય પણ ખાધુ નોતુ, ઈ હાટુ જઈ સાલીસ દિવસ પુરા થયા તઈ એને બોવ જ ભૂખ લાગી.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.