10 આશીર્વાદિત છે જે આપડા વડવાઓ રાજા દાઉદનું રાજ્ય જે પરમેશ્વરનાં અધિકારમાં આવે છે, પરમેશ્વર જે સ્વર્ગમા રેય છે, એની હોસાન્ના.”
આગળ અને પાછળ હાલનાર લોકોએ પોકારયુ કે, “રાજા દાઉદના દીકરાને હોસાન્ના, પરભુને નામે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, અતિ સ્વર્ગમાં હોસાન્ના.”
“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.
“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”