8 તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે.
ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા તેઓને જુદુ નો પાડવું જોયી.”
તમે હંમજો છો કે, શાસ્ત્રમાં લગન વિષે આમ લખ્યું છે કે, “બેય એક દેહ બનશે.” તો તમને ખબર હોવી જોયી કે, જે કોય વેશ્યાની હારે મળી જાય છે, તો ઈ વેશ્યાની હારે એક દેહ બની જાય છે.
આ રીતેથી કે, ધણી પોતપોતાની બાયડીયુંની હારે પોતાના દેહ જેવો પ્રેમ રાખે, જે પોતાની બાયડી ઉપર પ્રેમ રાખે છે, ઈ પોતાની જાતને પ્રેમ કરે છે.