52 ઈસુએ એને કીધુ કે, “હું તને બસાવું છું કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ હાટુ તુ તારા ઘરે જા.” તરત ઈ જોવા લાગ્યો અને ઈ બીજા લોકોની ભેગો થય ગયો જેઓ ઈસુની વાહે હાલતા હતા.
આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.
તઈ લોકો એક આંધળા અને મૂંગા માણસ જેને ભુત વળગેલું હતું એને ઈસુની પાહે લીયાવ્યા, અને ઈસુએ એને હાજો કરયો; એટલે જે આંધળો અને જે મૂંગો હતો, ઈ બોલતો થયો અને જોવા લાગ્યો.
પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.