એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા.
આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.