45 હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો હતો.”
જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”
પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.