તો ઈસુએ તેઓને પાહે બોલાવીને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે.
ઈસુ બેહીને પોતાના બાર ચેલાઓને એની પાહે ભેગા થાવા હાટુ બોલાવીયા અને તેઓને કીધુ કે, “જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને.”
હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”
પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”
ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.”
આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.