38 ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે?”
પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”
આ પરકારે પવિત્ર આત્મા પણ આપડી મદદ કરે છે, જઈ પરમેશ્વરમાં આપડો ભરોસો નબળો છે. કેમ કે, આપડે નથી જાણતા કે, પ્રાર્થના કય રીતે કરવી જોયી પણ પવિત્ર આત્મા આપડી હાટુ નિહાકા નાખીને પ્રાર્થના કરે છે જેને શબ્દોમાં કય હકાતું નથી.