36 ઈસુએ તેઓને કીધુ કે, “તમે શું ઈચ્છો છો કે હું તમારી હાટુ કરું?”
તઈ યાકુબ અને યોહાન જેઓ ઝબદીના દીકરા હતાં તેઓએ ઈસુની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અમે ઈચ્છીએ છયી કે, જે કાય અમે તમારીથી માગીએ, ઈજ તુ અમારી હાટુ કર.”
તેઓએ એને જવાબ આપ્યો કે, “જઈ તમે મહિમામાં રાજ કરવાનું શરુ કરશો, તો કૃપા કરીને અમને તમારી હારે રાજ કરવાની રજા આપો. એક તમારે જમણી બાજુ અને બીજો ડાબી બાજુ.”
આની ઉપર ઈસુએ એને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” આંધળાએ એને કીધુ કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.”
જો તમે મારામાં રેહો, અને મારું શિક્ષણ તમારામા રેહે, તઈ જે કાય તમે ઈચ્છો ઈ માગો અને ઈ તમને મળશે.