35 તઈ યાકુબ અને યોહાન જેઓ ઝબદીના દીકરા હતાં તેઓએ ઈસુની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અમે ઈચ્છીએ છયી કે, જે કાય અમે તમારીથી માગીએ, ઈજ તુ અમારી હાટુ કર.”
અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.
ઈસુએ તેઓને કીધુ કે, “તમે શું ઈચ્છો છો કે હું તમારી હાટુ કરું?”
અને ઈ પિતર, યાકુબ અને એનો ભાઈ યોહાનને પોતાની હારે બગીસામાં આગળ લય ગયો, અને ઈ બોવ દુખી અને ઉદાસ થય રયો હતો.
ઈસુએ ગડદીમાના લોકોને તેઓની હારે આવવાની રજા આપી નય. પણ એણે પિતર, યાકુબ અને એના ભાઈ યોહાનને જ આવવાની રજા આપી.
છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી ગયા, જ્યાં કોય પણ નોતુ, ન્યા રેતી વખતે એનુ આખું રૂપ તેઓની હામે બદલાય ગયુ