ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”
તઈ કોય તો એની માથે થૂંકવા, અને કોય એનુ મોઢું ઢાંકીને અને એને ઢીકા મારવા, અને આ કેતા એની ઠેકડી કરીને કીધુ કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”
કેમ કે, ઈસુ પોતાના ચેલાઓની હારે વધારે વખત વિતાવવા અને તેઓને શીખવાડવા માગતો હતો અને ઈ તેઓને કેતો હતો કે, “જલદી કોય મને માણસના દીકરાને મારા વેરીઓના હાથમાં દગાથી હોપી દેવામાં આયશે, અને ઈ લોકો મને મારી નાખશે. પણ જઈ મને મારી નાખવામાં આયશે એના ત્રીજા દિવસે હું મોતમાંથી પાછો જીવતો થય જાય.”