28 પિતરે એને કીધુ કે, “અમારુ શું થાહે? અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકી દીધુ છે.”
તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.
તેઓ તરત જ હોડી અને પોતાના બાપ ઝબદીને મૂકીને ઈસુની હારે ગયા.
જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.
તેવીજ રીતે તમારામાંથી જો કોય પોતાની બધીય વસ્તુનો ત્યાગ કરી દેય, તો ઈ મારો ચેલો થય હકે છે.