27 ઈસુએ તેઓની હામું જોયને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ નય કેમ કે, પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”
પણ ઈસુએ તેઓની હામું જોય તેઓને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”
જઈ ચેલાઓ બોવ નવાય પામીને અંદરો અંદર કેવા લાગ્યા કે, “તો કોણ તારણ પામી હકે?”
કેમ કે, પરમેશ્વર હાટુ કાય અશક્ય નથી.”
પણ ઈસુએ કીધુ કે, “માણસોની હાટુ જે અશક્ય છે ઈ પરમેશ્વર હાટુ શક્ય છે.”
જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે.
કેમ કે ઈબ્રાહિમે માની લીધું હતું કે, પરમેશ્વરમાં ઈસાહકને મરણમાંથી પણ પાછો જીવતો કરવાનું સામર્થ્ય છે. એક પરકારથી તેઓએ પણ ઈસહાકને મરણમાંથી પાછો જીવતો મેળવ્યો.
ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.