જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
જઈ ઈસુને દગાથી પકડાવનાર યહુદાને ખબર પડી કે, એને મરણ હાટુ અપરાધી ઠરાવવામાં આવ્યો છે, તઈ ઈ બોવ પસ્તાણો અને સાંદીના ત્રીહ સિક્કા મુખ્ય યાજકો અને વડીલોની પાહે લીયાવીને કીધું કે,
ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”
કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.
કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.
કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.