21 ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”
પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”
પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી.
ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.
પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.
પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.