20 એણે ઈસુને કીધુ કે, “હે ગુરુ, આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું”
ઈ જુવાને ઈસુને કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું, હજી મારામાં કય વાતની કમી છે?”
ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”
પણ એણે પોતાને ન્યાયી ઠરાવાની ઈચ્છા રાખીને ઈસુને કીધું કે, “મારો પાડોશી કોણ છે?”
હું નિયમશાસ્ત્ર જાણયા વગર જીવતો હતો, પણ જઈ હું નિયમશાસ્ત્રને હમજો તો તઈ મારી અંદર પાપ કરવાની ખુબ જ ઈચ્છા થય અને હું મરી ગયો.
જો જુસ્સાના વિષે કેતા હો, તો હું મંડળીની ઉપર જુલમ કરનારો, અને યહુદી નિયમો પાળવામાં હું ન્યાયી માણસ હતો કેમ કે, મે બધાય નિયમો પાળ્યા હતા.
તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.