2 તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “શું મૂસાના શાસ્ત્રમાં એક માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”
તઈ એના ચેલાઓએ પાહે આવીને એને કીધુ કે, “આ વાત હાંભળીને ફરોશી ટોળાના લોકોએ માન વગરના થયા, ઈ શું તું જાણે છે?”
અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.”
ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”
તેઓમાંથી એક યહુદી નિયમના શિક્ષકોમાના એકે ઓળખવા હાટુ ઈસુને પુછયું કે,
ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.
પણ ફરોશી ટોળાના લોકોએ કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢે છે.”
પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેર મુકીને તેઓ યહુદીયા જિલ્લાથી થયને યર્દન નદીને ઓલે કાઠે વયા ગયા, વળી એકવાર એની પાહે એક મોટુ ટોળુ ભેગુ થય ગયુ, અને ઈ પોતાની રીત પરમાણે તેઓને પાછુ શિક્ષણ આપવા લાગ્યો.
પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “મુસાએ તમને છુટાછેડા દેવાના વિષે શું આજ્ઞા આપી છે?”
વળી ફરોશી ટોળાના લોકો ઈસુની પાહે આવીને એની હારે વાદવિવાદ કરવા મંડ્યા, અને એને પારખવા હાટુ એની પાહે સ્વર્ગમાંથી એક સમત્કારી નિશાની દેખાડવા હાટુ પુછયું.
ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”
પરભુએ એને કીધું કે, હે ઢોંગીઓ ફરોશી ટોળાના લોકો તમે થાળી અને વાટકાઓ બારથી સાફ કરો છો, પણ તમારા અંદર તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી ખરાબ વસ્તુઓ છે.
હવે ફરોશી ટોળાના લોકો, જે ધન દોલતનો વધારે લોભ કરતાં હતાં, અને તેઓએ બધીય વાતુ હાંભળીને ઈસુની ઠેકડી કરવા લાગ્યા.
તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”
પણ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો ઈસુને પાહેથી જોય રયા હતાં કે, ઈ વિશ્રામવારના દિવસે કોયને હાજો કરશે કે, નય જેથી તેઓને એની ઉપર આરોપ મુકવાનું કારણ મળે.
પણ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ જેઓને યોહાનને જળદીક્ષા નોતી આપી, તેઓએ પોતાની હાટુ પરમેશ્વરની ઈચ્છા નકારી દીધી હતી.
તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે.
મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.
જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, લોકોમા ઈસુના વિષે આવી રીતે ઘુસપુસ વાતુ થય રય છે, ઈ હાટુ મુખ્ય યાજકને અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને પકડવા હાટુ મંદિરના સિપાયોને મોકલ્યા.
આપડા યહુદી લોકોના આગેવાનો કા હામે ફરોશી ટોળાના લોકો જેવા કોય પણ મુખ્ય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો નથી.
તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.
અને આપડે મસીહને પારખવો જોયી નય; જેવું એનામાંથી કેટલાકે કરયુ, અને એરુના કવડવાથી તેઓ મરી ગ્યા.