Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:14 - કોલી નવો કરાર

14 ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:14
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


ઈ હાટુ જે કોય પોતાને આ બાળકના જેવું નમ્ર કરશે, ઈ જ સ્વર્ગના રાજ્યમાં મોટો છે.


ઈસુએ તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને રોકોમાં કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.”


ન્યાયપણાને લીધે જેઓને સતાવવામાં આવે છે તેઓ આશીર્વાદિત છે, કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઈ લોકોનું છે.


“આત્મામાં જેઓ ગરીબ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.”


અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.


પણ ઈસુએ વાહે ફરીને પોતાના ચેલાઓની હામે જોયુ અને પછી પિતરને ખીજાયને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


કેમ કે, ઈ વાયદા તમારા હાટુ અને તમારા પરિવાર અને ઈ બીજા બધાય લોકોની હાટુ પણ છે, જેને પરભુ આપડો પરમેશ્વર પોતાની પાહે બોલાવશે.”


તમે બધાય આગમભાખીયાના સંતાન છો, એના વાયદાના ભાગીદાર છો. જે પરમેશ્વરે તમારા બાપ દાદાથી કરયુ. કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું કે, “તારી પેઢી દ્વારા બધીય જાતિના લોકો જે પૃથ્વી ઉપર છે. ઈ આશીર્વાદ પામશે.”


ધરવાની રોટલીનું પેલું બટકુ પરમેશ્વરને અપાયેલું હોય તો આખી રોટલીનો પુરો કણેકણ પવિત્ર છે એમ જ જો ઝાડનાં મુળયા ધરેલા હોય તો ડાળ્યું પણ પવિત્ર છે.


સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.


જો તમે ગુસ્સે થય જાવ, તો ધ્યાન રાખો કે, તમે પાપનો કરો અને નક્કી કરો કે, હાંજ થાતા પેલા તમે ગુસ્સે થાવાનું બંધ કરો.


હું તારા ઈ હાસા વિશ્વાસને યાદ કરું છું, જે તારી આય લોઈસ અને તારી માં યુનીકામા હતો, અને મને તારી ઉપર ભરોસો પણ છે કે, ઈ જ વિશ્વાસ તારામાં પણ છે.


તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


તેઓ કોયદી ખોટુ નથી બોલ્યા, કેમ કે, તેઓ નિરદોષ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ