12 અને જો બાયડી પોતાના ધણીને છુટાછેડા આપીને બીજાની હારે લગન કરે, તો ઈ છીનાળવુ કરે છે.”
પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
અને જો ઈ જુદી થય જાય, તો એને લગન કરયા વગર રેવું જોયી કા પોતાના ધણીથી પાછો મેળાપ કરી લેવું જોયી. ધણીએ પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.
જો કોય બાયનો ધણી વિશ્વાસી હોય નય અને ઈ માણસ એની હારે એક ધારું જીવન જીવવા હાટુ રાજી છે. તો બાયડીને એની હારે છુટાછેડા આપવા નય.