હું તમને કહું છું કે, “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ પણ છીનાળવા કરે છે.”
“જે કોય પોતાની બાયડીને છુટાછેડા દયને બીજીને પરણે તો ઈ છીનાળાના પાપ હાટુ ગુનેગાર છે, અને જે કોય માણસ છુટાછેડા દીધેલી બાયની હારે પરણે તો ઈ પણ છીનાળું કરે છે.”
પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય.