9 ઈ દિવસોમાં જઈ યોહાન પરચાર કરી રયો હતો, તઈ ઈસુ નાઝરેથ નગરમાંથી જે ગાલીલ જિલ્લામાં હતું ન્યાથી આવ્યો, અને ઈ જ્યાં યોહાન પરચાર કરી રયો હતો ન્યા ગયો અને યોહાને એને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
જઈ ઈસુ પાણીમાંથી ઉપર આવ્યો, તો તરત જ એણે આભને ખુલેલુ અને પવિત્ર આત્મા કબુતરની જેમ પોતાની ઉપર ઉતરતા જોયું.
મે તો પાણીથી તમારુ જળદીક્ષા કરયુ, પણ ઈ પવિત્ર આત્માથી તમને જળદીક્ષા આપશે.”
તઈ ઈસુ તેઓની હારે ગયો અને નાઝરેથ આવીને ઈ તેઓની આધીન રયો; અને એની માંએ ઈ બધીય વાતો એના હૃદયમાં રાખી.
મસીહ ઈસુએ યોહાન દ્વારા જળદીક્ષા લયને, મરેલામાંથી જીવતા ઉઠવું અને સ્વર્ગારોહણ કરવા લગી, આ માણસ આપડી હારે સાક્ષી બને.