6 એક આગમભાખયાની જેમ યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ સામડાનો પટો બાંધતો, અને ટીડડા અને રાની મધ ખાતો હતો.
યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ ચામડાનો પટો બાંધતો, ટીડડા અને રાની મધ ખાતો હતો.
યહુદીયા જિલ્લાના અને યરુશાલેમ શહેરના ઘણાય બધાય લોકો યોહાનનું હાંભળવા વગડામાં ગયા. જઈ લોકોએ માની લીધું કે તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
જઈ યોહાન પાણીથી જળદીક્ષાનો પરચાર કરવા લાગ્યો તઈ એણે લોકોને એવુ કીધુ કે, “એક માણસ જે મારાથી મહાન છે, ઈ જલ્દી આવનાર છે. હું તો ચાકરની જેમ એના પગરખાની વાધરી છોડવાને લાયક પણ નથી.