જે સંદેશાવાહક વિષે યશાયા આગમભાખીયાએ લખુ હતું ઈ યોહાન હતો, લોકો જળદીક્ષા આપનાર કેતા હતા. અને યોહાન યર્દન નદી પાહે વગડામાં હતો, અને એમ કેતો કે, તમારા પાપનો પસ્તાવો કરો તો પરમેશ્વર તમને માફી આપશે અને હું તમને જળદીક્ષા આપય.
પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.
ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.