40 એક દિવસ એક માણસ ઈસુની પાહે આવ્યો. ઈ માણસ કોઢથી પીડાતો હતો, એણે ઈસુની હામે ગોઠળીયા વાળીને વિનવણી કરીને કીધુ કે, “જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”
આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.