39 તઈ ઈસુ અને એના ચેલાઓ આખાય ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને પરચાર કરતાં અને લોકોમાંથી મેલી આત્માઓને બારે કાઢવા હાટુ ધમકાવતા.
અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
અને ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલના શહેરો અને ગામડાઓમાં ફરતો હતો અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો, અને દરેક પરકારના રોગ અને દુખ મટાડતા ગયા.
ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”