તઈ ઈસુ અને એના ચેલાઓ આખાય ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને પરચાર કરતાં અને લોકોમાંથી મેલી આત્માઓને બારે કાઢવા હાટુ ધમકાવતા.
કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.