37 જઈ તેઓને ઈ મળ્યો, તઈ તેઓએ કીધુ કે, “બોવ ઘણાય લોકો તને જોય રયા છે.”
જઈ સિમોન અને એના મિત્રોને ખબર પડી કે, ઈસુ વયો ગયો, તો તેઓ એને ગોતવા લાગ્યા.
ઈસુએ તેઓને કીધુ કે, “આવો, આપડે ઈ આજુ-બાજુના ગામડાઓમાં જાયી કે, જેથી હું તેઓની વસ્સે પણ પરમેશ્વરનાં રાજ્યનાં હારા હમાસારનો પરચાર કરી હકુ.”
યહુદીયા જિલ્લાના અને યરુશાલેમ શહેરના ઘણાય બધાય લોકો યોહાનનું હાંભળવા વગડામાં ગયા. જઈ લોકોએ માની લીધું કે તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.”
તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”