29 જઈ ઈસુ અને એના ચેલાઓ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળા, તઈ તેઓ સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા અને યાકુબ અને યોહાન તેઓની હારે હતા.
ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા, જઈ યહુદી લોકોનો બીજો વિશ્રામવારનો દિવસ આવ્યો, તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએ જયને શિક્ષણ આપવા લાગ્યો.
જઈ ઈસુ શિક્ષણ આપી રયો હતો ઈજ વખતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એક માણસ જેને મેલી આત્મા વળગેલી હતી.
એની પછી ઈસુએ જે કરયુ હતું એના વિષે લોકોએ બીજાઓને કેવાનું સાલું રાખ્યું, અને જલ્દીથી આખાય ગાલીલ જિલ્લાના લોકોએ એના વિષે હાંભળી લીધું.
અને ઈ વખતે સિમોનની હાહુને ખુબ તાવ આવતો હતો એને લીધે ઈ પથારીમાં હતી. જઈ ઈસુ ઈ ઘરમાં પૂગ્યો, તઈ તેઓએ ઈસુને કીધુ કે, ઈ માંદી છે.
ઈસુએ એને કીધું કે, “શિયાળયાને બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”