યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”
પણ જઈ એક એના કરતાં બળવાન માણસ ઈ માણસ ઉપર હુમલો કરીને હરાવી દેય, તો ઈ એના હથિયારો લય હકે છે જેની ઉપર એને ભરોસો હોય. પછી એના ઈ માણસના ઘરથી જે ઈચ્છે ઈ લય હકે છે.
અને જોવ, એક મેલી આત્મા એણે વળગે છે, અને ઈ એકા-એક હાદ પાડે છે; અને ઈ એને મવડી નાખે છે કે, એના મોઢામાંથી ફીણ કાઢે છે, અને છૂંદી નાખે છે, અને માંડ-માંડ કરીને મુકે છે,